Oscars 2020 Winners: Joaquin Best Actor, ‘Parasite’ Wins Best Picture | Samachar 11 AM | 10-02-2020
У вашего броузера проблема в совместимости с HTML5
1. કોરોનાને પહોંચી વળવા માટે ચીન દ્વારા જે એકજૂથતા દર્શાવવામાં આવી તેની પ્રસંશા કરતો પત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચીનના રાષ્ટ્રપતિ શી જીનપીંગને આભાર વ્યક્ત કરતો પત્ર લખ્યો.કોરોનાગ્રસ્ત વ્યૂહાનમાંથી 650 ભારતીયોને પરત લાવવામાં સહયોગ આપવા બદલ પણ માન્યો આભાર.
2. કોરોના વાઇરસથી ચીનમાં મૃત્યુઆંક વધીને 909 પર પહોંચ્યો - ગઈકાલે થયા વધુ 97 લોકોના મોત - ચીનમાં વધતા જતાં કોરોનાના કેર અંગે ભારતમાં પણ એલર્ટ- આઈ.ટી.બી.પી.ના છાવરા - કોરેન ટાઇન કેમ્પમાં દેખરેખ / સારવાર હેઠળ ના 406 લોકોના રિપોર્ટ / આવ્યો નેગેટિવ - કેરળમાં મળેલા ત્રણ કેસ પોઝિટીવ કેસ બાદ વધુ કોઇ કેસ ન નોંધાતા રાહત
3. દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં થયું કુલ 62.59 ટકા મતદાન - સૌથી વધુ મતદાન બલ્લીમારાન વિસ્તારમાં અને સૌથી ઓછું દિલ્હી કેન્ટમાં 45.4 ટકા મતદાન - મુખ્ય ચૂંટણી અધિકારીએ આપી જાણકારી
4.કોલકત્તામાં ઉદ્યોગજગત અને વેપાર સાથે સંકળાયેલા લોકો સાથે કરી નાણામંત્રી સીતારામણે કરી ચર્ચા.સીતારામણે કહ્યું કે પ્રધાનમંત્રીના ન્યૂ ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરવા માટે ઉદ્યોગ જગત સાથે સંકલન સાધી રાખશે.
5. અમદાવાદના નારોલ ખાતે ગઈકાલે નંદન ડેનિમમાં લાગેલી આગના બનાવમાં કંપનીના માલિક સહિત છ વિરૂધ્ધ ગુનો દાખલ - દુર્ઘટનામાં સાતના મૃત્યુ - કંપનીમાં ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ
6.સુરતના વરાછા ખાતે CAA ના સમર્થનમાં યોજાઈ ભવ્ય રેલી - રેલીમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી રહ્યા ઉપસ્થિત - દેશની જનતાને ગેરમાર્ગે દોરવાનો લગાવ્યો વિપક્ષ પર આક્ષેપ - તાપીમાં પણ 500 ફૂટ લાંબા ત્રિરંગા સાથે નીકળી સમર્થન યાત્રા
7..થોળ અને નળ સરોવર ખાતે દર બે વર્ષે યોજાતી પક્ષી ગણતરીમાં ઉમટ્યા પક્ષી વિદો - આધુનિક ટેકોનોલોજી, હાઈ રેઝોલ્યુશન કેમેરા અને બાયનો ક્યુલરની મદદથી નોંધાયા કલવરનાં સરનામા - પક્ષી ગણતરીથી મેળવી શકાય છે આબોહવાના ફેરફારોનો તાગ
8. બેસ્ટ ફિચર ફિલ્મનો ઓસ્કાર એવોર્ડ જીતતી દક્ષિણ કોરિયાની ફિલ્મ પેરાસાઇટ - બ્રાંડ પીટે મેળવ્યો બેસ્ટ સપોર્ટીંગ એક્ટરનો એવોર્ડ.લૌરા ડ્રેને જીત્યો બેસ્ટ સપોર્ટીંગ એક્ટ્રેસનો ખિતાબ